✦ Samyag Gyan Shala

About Us

Samyag Gyan Thi Super Star — શુદ્ધ જ્ઞાન, સંસ્કાર અને સેવાના પથે બાળકોનો સર્વાંગી વિકાસ.

Our Journey

સમ્યગ જ્ઞાનશાળાની શરૂઆત

સમ્યગ જ્ઞાનશાળાની શરૂઆત ભાવનગર ભક્તિબાગ સ્થાનકવાસી જૈન સંધ, ભાવનગરમાં તા. ૦૭-૧૨-૨૦૧૪ ના રોજ બા.બ્ર.પ.પૂ. ગચ્છાધિપતિ ગુરુભગવંત સરદારમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં શરૂ કરવામાં આવી હતી.

સાત વર્ષની ઉંમરે વિનય સિનિયર ગ્રૂપમાં અભ્યાસ કરતું બાળક ૧૫મા વર્ષે, દરેક ગ્રૂપમાં ૩ વર્ષનો અભ્યાસ કરી ૯ વર્ષનો કોર્સ પૂરો કરી શકે તે રીતે કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે.

Samyag Gyan Shala
9+
years of structured course journey
Vidhyarthi Varg

વિદ્યાર્થીઓના વય જૂથ

દરેક વય જૂથ માટે અલગ રીતે વિચારી, ઉંમર અને સમજ પ્રમાણે અભ્યાસક્રમ ડિઝાઇન કરેલ છે.

1

વિનય જુનિયર

૪ થી ૬ વર્ષ
2

વિનય સિનિયર

૭ થી ૯ વર્ષ
3

વિવેક

૧૦ થી ૧૨ વર્ષ
4

વિરક્ત

૧૩ થી ૧૫ વર્ષ
5

વિતરાગ

૧૬ કે તેથી વધુ વર્ષ
Course Design

અભ્યાસક્રમની રચના

જીવન ઉપયોગી વિભાગ

કોર્સ ડિઝાઇન કરતી વખતે જીવન ઉપયોગી તત્વ — શાસન, સંસ્કાર, સ્ટોરી અને એક્ટિવિટી જેવા વિભાગોમાં વિભાજન કરવામાં આવ્યું છે.

સેમ વાઇઝ અભ્યાસ

વર્ષમાં બે સેમ હોય છે અને દરેક સેમમાં શું ભણાવવાનું હોય તે ટીચર્સ દ્વારા ઓપન બુક એક્ઝામ આપીને સમજવામાં આવે છે.

મૂલ્યાંકન

બાળકોની હાજરી, એક્ટિવિટી શીટ અને સેમ એક્ઝામના આધારે મૂલ્યાંકન થાય છે. ગુજરાતી–હિન્દી–ઇંગ્લિશમાં સાહિત્ય આપવામાં આવે છે.

સેમ દરમિયાન સામાયિક, સામાયિક અર્થ, પ્રતિક્રમણના ૧૨ વ્રત, પ્રતિક્રમણ અર્થ, ૯૯ અતિચાર અર્થ અને ગુરુદેવ રચિત સ્તવન જેવા વિવિધ તબક્કામાં અપૂર્વ આરાધનાની મૌખિક પરીક્ષા લેવામાં આવે છે.

Our Scale

સમગ્ર ગુજરાતમાં વિસ્તરણ

27+

Centres

390

Teachers & Coordinators

1980+

Children Learning

10+

Cities

Beyond Classroom

ઇવેન્ટ્સ, સ્પર્ધાઓ અને સેવા

બાળકોના સર્વાંગી વિકાસ અર્થે દર વર્ષે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે.

ઈવેન્ટ્સ અને ક્વિઝ કોમ્પિટિશન અત્યાર સુધી અમદાવાદમાં ત્રણ થઈ ચૂકી છે.

બાળકોની ડ્રામા કોમ્પિટિશન (સંવાદ), વક્તૃત્વ સ્પર્ધા, કાફટ જેવી અવનવી ઈવેન્ટ્સનું આયોજન થાય છે.

એક્ઝિબિશન કમ પ્રોજેક્ટ કોમ્પિટિશન દ્વારા બાલ શ્રાવકોની સુષુપ્ત શક્તિ ખીલવવાની તક મળે છે.

ટીચર્સ સ્કિલ ડેવલપમેન્ટ સેમિનારનું નિયમિત આયોજન થાય છે. સેન્ટ્રલ ઓફિસ હંમેશા કાર્યશીલ રહે છે.

બાળકો અને ટીચર્સ વર્ષમાં એક વાર વૃદ્ધાશ્રમ, ગૌશાળા, અંધજન મંડળ, પાંજરાપોળ અને મૂક-બધિર શાળાની મુલાકાતે જાય છે.

સ્લમ વિસ્તારના ગરીબ બાળકોને જૈન શાળાના બાળકોના હાથે ભોજન કરાવવામાં આવે છે, જેથી અનુકંપા અને દાનની ભાવના વિકસે.

Get Involved

ભવિષ્યનો સુશ્રાવક બનો

સંયમના પંથે પ્રયાણ કરી, જૈન શાસનની ધૂરા સંભાળવા માટે આજે જ જોડાઓ.

Contact Us  →